૧લી મે ૨૦૦૮ ગુજરાત સ્થાપના દિનના રોજ ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ-ગ્રામ યોજનાનું લોકાપર્ણ થતા અમરેલી જીલ્લાએ એશીયાનો પ્રથમ ઇ-ગ્રામ જીલ્લો બની ઇતીહાસ સર્જયો.

આ જીલ્લાની કુલ ૫૯૦ ગ્રામ પંચાયતો છે. તે તમામ ઇ-ગ્રામ થઇ તેમજ તે પૈકી ૨૦૩ ગ્રામ પંચાયતોમાં કોમન સર્વિસ સેન્ટર શરૂ થયા
ઇ-ગ્રામ યોજના અંતગર્ત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધિત પ્રવર્તમાન પરિસ્થિતિ .

૧. ઇ-ગ્રામ પંચાયત
- કુલ ૧૩૬૯૩ ગ્રામપંચાયતો ને કોમ્પ્યુટર હાર્ડવેર તથા સોફરવેર પૂરા પાડવામાં આવેલ છે.
- એન. આઇ. સી. ગાંધીનગર દ્વારા વિકસાવવામાં આવેલ સોફટવેરના ઉપયોગથી પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઇ-ગ્રામ દ્વારા જન્મ-મરણનું પ્રમાણપત્ર વગેરે અને સરકારી વિવિધ યોજનાઓના ફોર્મ્સ / અરજીપત્રકોની ઉપલબ્ધતા.
- ગ્રામ્યકક્ષાએ ખેડૂતોને આપવાના થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા જિલ્લા કક્ષાના સર્વર ઉપરથી ગ્રામપંચાયત ખાતે ઉપલબ્ધ કરાવવા. - અત્યાર સુધીમાં એક લાખથી વધુ ૭/૧૨ અને ૮/અ ના ઉતારાની નકલો ગ્રામ પંચાયત ખાતેથી પૂરી પાડવામાં આવી.
- રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે.
- પંચાયતીરાજ સંસ્થાઓને પદાધિકારીઓને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી રહેલ છે.
૨. તાલુકા પંચાયત
- બે કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકા ઇન્ફોર્મેશન સેન્ટરની સ્થાપના.
- તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ છે.
- ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે.)
- પ્રથમ તબક્કામાં એન. આઇ. સી. ગાંધીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઇ-પ્રાઇમા સોફટવેર મારફત ગ્રામપંચાયતોના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન.
૩. જિલ્લા પંચાયત
- તમામ જિલ્લા પંચાયતનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાણ.
- ૪૪ કોમ્પ્યુટર, ટચ સ્ક્રીન કિઓસ્ક અને આસી. પ્રોગ્રામર અને ડેટા-એન્ટ્રીઓપરેટર સાથેનો મેનપાવર સપોર્ટ સાથે ઉપલબ્ધિ.
- ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે.)
- જિલ્લા પંચાયત ખાતે વિડીયો કોન્ફરન્સની સગવડતા ઉપલબ્ધ.
- ઇ-પ્રાઇમા સોફટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતીની ઓનલાઇન ઉપલબ્ધિ.
- ઇન્ટ્રા પંચાયત સોફટવેરમાં પંચાયતોના આંતરિક વહીવટી કામગીરીઓનો સમાવેશ તથા પાયલોટ ધોરણે અમલ.
- ગ્રામ્ય કક્ષાએ ખેડૂતને આપવાનાં થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા / જિલ્લા કક્ષાના સર્વર ઉપરથી ગ્રામપંચાયત ખાતેથી આપવાનું આયોજન અને વ્યવસ્થા.
- ગામના એન. આર. જી. / એન. આર. આઇ. સાથે ઇન્ટરનેટના ઉપયોગથી સાયબર સેવા અંતગર્ત, ગ્રામજનો દ્વારા ખેતી વિષયક, શૈક્ષણિક વિષયક માહિતી, આરોગ્ય વિષયક માહિતીની ગ્રામપંચાયત ખાતે ઉપલબ્ધ કરવામાં આવી રહેલ છે.
- ઇ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સેવાઓ પૂરી પાડવાનું આયોજન.
- ઇ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામના ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઇ-સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે પબ્લિક પ્રાઇવેટ-પાર્ટનરશીપ (PPP) દ્વારા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા.
- કુલ ૧૩૬૯૩ ઇ-ગ્રામોમાં ઇન્ટરનેટ કનેકટીવીટી પૂરી પાડનાર કંપનીની પસંદગી. યોજનાના હેતુઓ
- ઇ-ગ્રામ પંચાયતની વિવિધ કામગીરીને ઇન્ફોમેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્યવસ્થિત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી.
- ગ્રામ્યજનોને જરૂરી માહિતી, પ્રમાણપત્ર, વિવિધ કચેરીઓનાં ફોર્મ્સ, અરજીના નમૂના વિગેરે ઉપલબ્ધ કરાવવા.
- શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને પણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.
- શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને પણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.
- મિલ્કત આકારણી અને વેરા વસુલાતની કામગીરી સરળ બનાવવી.
- પંચાયતી રાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વધુ અસરકારક બનાવવું.
- ઇન્ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જિલ્લા, રાજય, દેશ તથા વિશ્ર્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં પરિવર્તન અને ગતિશીલતા લાવવી.
|