|
|
|
|
| |
|
|



|
|
ગાય ગાયને આપણી સંસ્કૃતિમાં માતાનું બિરૂદ અપાય છે. કહેવાય છે તેમના શરીરમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. જન્મથી મરણ સુધી આપણે ગાયના દૂધ વડે પોષણ મેળવીએ છીએ. પરંતુ આજના આધુનિક યુગનાં આપણા સહજ સ્વભાવને કારણે આપણે સ્વાર્થવૃતિથી જે તે વસ્તુનો, વ્યક્તિનો ઉપયોગ પૂર્ણ થયે આપણે તેમને તરછોડીએ છીએ. જેનું ઉત્તમ ઉદાહરણ આ ગાયો છે. ખાસ કરીને ગામડા તેમજ નાના શહેરી વિસ્તારોમાં દૂધ દેવા અસમર્થ, રોગીષ્ટ, નિરાધાર ગાયોને તેમના માલિકો દ્વારા છોડી દેવામાં આવે છે. આવી ગાયો તેમનુ ગુજરાન એઠવાડ, કચરો, પ્લાસ્ટિક ખાયને ચલાવે છે. અને રીબાઇ રીબાઇને મોતને ભેટે છે. આવી ગાયોને પડતી મુશ્કેલાઓ દૂર કરવા અમરેલી જીલ્લામાં નાના ભાશીયાણા ગામ પાસે ગાયો માટે ઉત્તમ સેવાયજ્ઞ ચાલે છે. અહીંનાં વતની શ્રી નલીન બાપુ દ્વારા આવી તરછોડાયેલી, રોગીષ્ટ ગાયોને ઉત્તમ સારવાર, ઉત્તમ ખોરાક તથા રહેઠાણ પૂરૂ પાડવામાં આવે છે. |
|
|
|
|
|
|
|