અમરેલી આર્ટ એન્ડ આર્ટીસ્ટ
કે.લાલ

૧૫-૧૬ વર્ષની કિશોરવયે ૧૯૪૦માં જાદુગર કે.લાલે સૌ પ્રથમવાર જાદુનો શો જૂનાગઢ પાસેના વંથલી ગામે કર્યો.

કે.લાલની જન્‍મ તારીખ ૧૭-૦૧-૧૯૨૪. જાદુનો નેડો કે.લાલને આમ બચપણથી જ લાગેલો હતો. બગસરામાં તે જમાનામાં કોઇ હોટલ ન હતી. મોટાબાપુ દયાળ દેવચંદ નગરશેઠ હતા, તેથી કવિ કાગ, મેરૂદાન ગઢવી અને શાયર ઝવેરચંદ મેઘાણીના ઉતારા એમના આંગણે રહેતાં. ગામમાં પ્રસંગોપાત નટો અને મદારીઓય આવી ચઢતા. મદારી ખેલ કરે તે જોવાની પાંચ વર્ષની વયના કે.લાલને ભારે આતુરતા. ઘરેથી મા પાસેથી રોટલા લઇ બાળ કે.લાલ જાતે જ મદારીને આપવા જતા ! કારણ જો મદારીને જમવાનું મળતું રહે તો એનો ખેલ પણ વધુ બે દિવસ ચાલતો રહે.

બાળપણમાં અનેક સહાધ્‍યાયીઓ અને ગુરુવર્યોની વચ્‍ચે પોતાની જાદુકલાનું નિદર્શન કરતાં રહેલાં કે.લાલ સૌના પ્રિય અને માનીતા હતા. જાદુકલાના મહારથી બન્‍યા પછી ૮૪ વર્ષની (યુવાનવયે!) અમરેલીમાં તા. ૦૬-૦૩-૦૮ના રોજ ૨૧૨૦૨મી નાઇટ કરી તે પહેલાં, જગતમાં જાદુના સૌથી વધુ શો કરનાર જાદુગર તરીકે કે.લાલ ગીનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પણ ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે મુદ્રિત કરાવી ચૂકયા છે. કે.લાલે ૩૨૦૦ જેટલા શો કર્યા છે અને ૧૮ વખત જાપાનની મુલાકાત લઇ ત્‍યાંના માનદ્ નાગરિકની ઉપાધિ પણ પ્રાપ્‍ત કરી છે.

તુફાનસા રફાઇ
કવિ શ્રી રમેશ પારેખ